બંધ ક્રમાંક એટલે અણુના બંધકારક (bonding) અને બંધપ્રતિકારક (anti-bonding) કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતનો અડધો ભાગ.
જો $N_{b}$ એ બંધકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને $N_{a}$ એ બંધપ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય,તો:
બંધ ક્રમાંક $= \frac{1}{2} (N_{b} - N_{a})$
$1$. $N_{2}$ ($14$ ઇલેક્ટ્રોન) માટે:
ઇલેક્ટ્રોન રચના: $[\sigma(1s)]^2 [\sigma^{*}(1s)]^2 [\sigma(2s)]^2 [\sigma^{*}(2s)]^2 [\pi(2p_{x})]^2 [\pi(2p_{y})]^2 [\sigma(2p_{z})]^2$
$N_{b} = 10, N_{a} = 4$
બંધ ક્રમાંક $= \frac{1}{2} (10 - 4) = 3$
$2$. $O_{2}$ ($16$ ઇલેક્ટ્રોન) માટે:
ઇલેક્ટ્રોન રચના: $[\sigma(1s)]^2 [\sigma^{*}(1s)]^2 [\sigma(2s)]^2 [\sigma^{*}(2s)]^2 [\sigma(2p_{z})]^2 [\pi(2p_{x})]^2 [\pi(2p_{y})]^2 [\pi^{*}(2p_{x})]^1 [\pi^{*}(2p_{y})]^1$
$N_{b} = 10, N_{a} = 6$
બંધ ક્રમાંક $= \frac{1}{2} (10 - 6) = 2$
$3$. $O_{2}^{+}$ ($15$ ઇલેક્ટ્રોન) માટે:
ઇલેક્ટ્રોન રચના: $KK [\sigma(2s)]^2 [\sigma^{*}(2s)]^2 [\sigma(2p_{z})]^2 [\pi(2p_{x})]^2 [\pi(2p_{y})]^2 [\pi^{*}(2p_{x})]^1$
$N_{b} = 8, N_{a} = 3$ ($KK$ કવચ સિવાય)
બંધ ક્રમાંક $= \frac{1}{2} (8 - 3) = 2.5$
$4$. $O_{2}^{-}$ ($17$ ઇલેક્ટ્રોન) માટે:
ઇલેક્ટ્રોન રચના: $KK [\sigma(2s)]^2 [\sigma^{*}(2s)]^2 [\sigma(2p_{z})]^2 [\pi(2p_{x})]^2 [\pi(2p_{y})]^2 [\pi^{*}(2p_{x})]^2 [\pi^{*}(2p_{y})]^1$
$N_{b} = 8, N_{a} = 5$ ($KK$ કવચ સિવાય)
બંધ ક્રમાંક $= \frac{1}{2} (8 - 5) = 1.5$